સમય એ ખૂબ સુંદર મજાનો હતો
ગળાડૂબ પ્રેમમાં તારા પાગલ હતો
પ્રથમ જોઈ આંગણે મારા તને ને
ફૂટ્યાં અંકુર પ્રેમ નાં મનમાં મારા
જાદુ શું કર્યો મન પર મારા તમે
ભૂલી સૌ ભાન બસ તૂજમા ખોવાયો
ના રહી શક્યો, મૂક્યો પ્રસ્તાવ પ્રેમનો
કરી સ્વિકાર પ્રેમનો કર્યો ઉપકાર ઘણો
રોજ જોવા તને ઉભો રહું આંગણે મારા
ને તું હોય તારા શાળાના પાછલાં દ્વારે
લત અજબની લાગી હતી, સંકટો હતા ભલે
પણ સાથ તારો પામી જીંદગી સવારી હતી.
જય✍