આમ અચાનક અવસ્થા આવી ગઈ મારે.
ને જીવનની વ્યવસ્થા ખોરવાઈ ગઈ મારે.
હજુ તો વસંતના સૂર સાભળ્યા ના પૂરા,
ત્યાં તો પાનખર હક્ક જતાવી ગઈ મારે.
થયા કેશ શ્વેતને કુંડાળાં નયને ભાળ્યાંને,
ઘૂંટણે પ્રૌઢાવસ્થા રખેને ફાવી ગઈ મારે.
ગુમાવી સ્થિરતા દાંતે કરી પીડા સંતાપતા,
ઝાંખપ દ્રષ્ટિતણી નેત્રની મૂંઝાવી ગઈ મારે.
તોય અનુભવપાથેય ધરી શિરે ઊભો છું,
લાગે છે કે જિંદગી ખૂબ તાવી ગઈ મારે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '