ખરું પૂછો તો પુરુષ પ્રેમ માં સીધી લીટીનો હોય છે જયારે સ્ત્રી નો પ્રેમ કાર્ડિયોગ્રામ માં આવતી લીટી જેવો..
પુરુષ ના પ્રેમ ની કયાંક હદ હોય છે પણ સ્ત્રી જયારે પ્રેમ કરે છે ત્યારે તેનો પ્રેમ અનહદ હોય છે..
પુરુષ ના પ્રેમ માં ચંચળતા હોય શકે છે, પણ સ્ત્રી ના પ્રેમ માં પ્રબળતા હોય છે પુરુષ પ્રેમ કરતી વખતે બીજી પણ ઘણું જોઇ લેતો હોય છે , જયારે સ્ત્રી પ્રેમ માં હોય ત્યારે ફક્ત ' પ્રેમ ' જ જુએ છે ..
પુરુષ અને સ્ત્રી ના પ્રેમ ની પરીક્ષા માં સ્ત્રી ને જ વધારે માર્કસ મળે, મતલબ પુરુષ કરતાં સ્ત્રી પ્રેમ નિભાવવામા વધારે જવાબદારી નિભાવતી હોય છે.
અને એટલે જ કુદરતે માતૃત્વ ની જવાબદારી સ્ત્રી ને સોંપી હશે. Kajal oza vaidhya