ક્યારેક જીંદગીને પુછવા જેવું ખરું.
કે તારી પાસે સમય કેટલો?
જવાબ મળશે, તું પળને માણે તેટલો.
અરે સમજાયું નહીં, વિસ્તાર થી કહે,
જીંદગી સમયનો ભાગ છે,
તે સ્થિર સ્થિતિ માં ક્યાં છે.
પળોનો સરવાળો છે જીંદગી.
આખેઆખો સરવાળો પામવા પળો ગણવી પડશે.
અઘરું ગણિત છે, જરાય નહીં
થોડી બાદબાકી આવડે તો
કેવી રીતે,
જે પળો મળી છે, માણવા! પછી તેને
ઈર્ષા, અદેખાઈ,ન કામનો ક્રોધ, લાલચ,
કે પછી વેરઝેરની ભાવના થી ના કામની નારાજગી થી શું કામ બરબાદ કરવી.
તેના કરતાં આ બધી બાબતોની બાદબાકી કેવી રહે??
મનથી એક વખત કરવા જેવી ખરી ને?
જીંદગી કપાસના ફુલ જેવી,
હળવીફૂલ લાગશે શ્વેત જીવવા જેવી ખરેખર!
ગૌતમ બુદ્ધ,મહાવીર નો માર્ગ દેખાશે અને સ્પષ્ટ સમજાશે.
ત્યારે થોડી ક્ષણ અફસોસ જન્મશે કે ખોટી રીતે પળો ગુમાવી તે પણ ક્ષણિક માન્ય છે.
ક્યારેક શાંત મન કરવા ઘણુંબધું બાદ કરવું પડે.
બાદ કરવાથી પણ ક્યારેક જીંદગીનો સરવાળો સરળ થઈ જાય છે.
જીંદગીનો સરવાળો તો દરેકને પ્રિય જ હોય છે. ક્યારેક બાદબાકી!