Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વ્યક્તિ હરહંમેશ મૂલવાય છે વર્તન થકી.
વ્યક્તિ હરહંમેશ સમજાય છે વર્તન થકી.

જેવું હશે વિચારે એવું વર્તને આવે નક્કી,
વ્યક્તિ હરહંમેશ પરખાય છે વર્તન થકી.

વાણીને વર્તને ભેદ હોવો શક્ય છે સાંપ્રતે,
વ્યક્તિ હરહંમેશ ગમી જાય છે વર્તન થકી.

વિચાર, વાણીને વર્તને સામ્ય આવતું કદી,
વ્યક્તિ હરહંમેશ સારી ગણાય છે વર્તન થકી.

બાહ્યવર્તન અંગતજીવનનો અરસો નથી,
વ્યક્તિ હરહંમેશ શોભી જાય છે વર્તન થકી.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111096316
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now