Gujarati Quote in Good Night by Rita Thakkar

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૂરી ન થયેલી આશા, અધૂરી અપેક્ષા, અધૂરો પ્રેમ આ બધા સામે ઝઝુમવું ભયંકર અઘરું છે. તમને જે વ્યક્તિ નથી મળી, તમે તેને જે-તે સમયે તેને ખુબ પ્રેમ કર્યો હતો અને એક નાનકડી ભુલે વિખુટાં પડી ગયા છો...હજુપણ મનના છાને ખુણે એને જ કલ્પ્યા કરો છો. કાશ તેને આમ કહ્યું હોત તો, કાશ તેને બોલાવી લીધી હોત તો, કાશ તેને રોકી રાખ્યો હોત તો.. કાશ!

પ્રેમ વિષે દુનિયા પર જેટલા માણસો છે એટલી એની વ્યાખ્યા રહેવાની.જુદી જુદી વ્યાખ્યાઓ-વાર્તાઓ-ફિલ્મો પરથી એક સાદી બેઝીક સમજ છે તમારી કે પ્રેમ એક વિચિત્ર લાગણી છે. એકબીજાને મળી ના શકે...મળી શકે તો કહી ના શકે કે ક્યારેક ખુદ પણ સમજી ના શકે એવી વિચિત્ર લાગણી એટલે પ્રેમ.

આ વાત તમારી એક સહેલી કવિતાની છે, કોલેજમાં કમલ સાથે તું તું મૈ મૈ કરતાં પ્રેમ થઈ ગયો, એક જ જ્ઞાતિના હોવાના લીધે પરિવારે સ્વીકારી પણ લીધો. છુટથી બેઉ એકમેકના ઘરે જતાં-આવતાં.નાદાનિયતમાં એક દિવસ કવિતા કમલને ચીડવવા કમલના પપ્પાને એના વિષે કોઈ ફરિયાદ કરી .
તદ્દ્ન વાહિયાત વાતમાં પણ ખબર નહી કેમ કમલને એના પપ્પાએ કવિતાની સામે જ લાફો મારી દીધો.
બસ..
કમલની ફટકી..એણે કવિતા સાથે સંબધ તોડી નાખ્યો.બેઉ અલગ-અલગ જગ્યાએ પરણીને ઠરીઠામ થઈ ગયા.કવિતા લંડન જતી રહી પરણીને..
લગભગ ત્રીસ વર્ષ પછી વતનમાં આવેલી કવિતાને એના જન્મદિવસે..
હબીએ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરેલું જેમાં નજીકના સગાંના વર્તુળમાં કમલ પણ ત્યાં એ પાર્ટીમાં હાજર હતો.

તમે સખત પ્રેમ કર્યો હોય પણ તેને મેળવી જ ન શક્યા હોય તે વ્યક્તિ તમારી સામે આવે તો તમે શું કરો? કશું જ નહીં. પણ તમારું મન ઘણું કરી નાખે એ વખતે...

કવિતાએ લાઈવસિંગર્સને પોતાનું પસંદીદા ગીત ગાવાની ફરમાઈશ મોકલી..
ગીતના બોલ હતા..."વો દિલ કહાં સે લાઉં,તેરી યાદ જો મિટા દે"

સાચ્ચે જ...વાસ્તવિક જીવનમાં પ્રેમ નોવેલ કે ફિલ્મો જેવો સરળ નથી હોતો, ખુબ અસ્તવ્યસ્ત હોય છે, જે મળે છે એ બધુ સમેટી નથી શકાતું, કૈક છૂટી જાય કૈક ના જોઈતું હાથમાં આવી જાય. જ્યારે સ્કુલ-કોલેજમાં સાથે ભણતાં સાથે ફરતાં મિત્ર કે સહેલીના ભાંગેલા-તુટેલા હ્રદયના ખંડેરને સાથ આપવાની અઘરી ક્ષણો પણ ખુબ વેદના આપી જાય છે.જેને ચાહી હોય તેજ વ્યક્તિ મળવી એ એક આશીર્વાદ છે..
બાકી તો....અધુરમ...મધુરમ..

~rita

Gujarati Good Night by Rita Thakkar : 111090403
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now