ઈતિહાસની ઘટનાને લોકો સમક્ષ રજૂ કરે છે કથાકાર.
પરમાત્માની જીવનગાથા જગને સમજાવે છે કથાકાર.
વ્યાખ્યાન પધ્ધતિના સહારે આબેહૂબ વર્ણન કરે છે,
સત્ય પ્રવાહીશૈલીમાં ભક્તો સન્મુખ ધરે છે કથાકાર.
દાખલા, દ્રષ્ટાંતોને વળી ભજનનો લૈને સહારો વખતે,
શ્રોતાઓના જાણે કે એ મનને સાવ હરે છે કથાકાર.
મંત્રમુગ્ધ વાતાવરણ બની જતું સંગીતના સંયોજને,
આપીને પામવાનું એ સત્યને એ આચરે છે કથાકાર.
ભક્તિભાવ માનવમાં જગાડી માનવતાને ઢંઢોળે છે,
વળી હાસ્યરસ નિષ્પન્ન કરી ભક્તિ ભરે છે કથાકાર.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '