લોકકલ્યાણના કરે જે કામ એનું મનમંદિર છે હરિ તારું.
જેને નથી પડી કમાવા નામ એનું મનમંદિર છે હરિ તારું.
જ્યાં નથી ભેદભાવ ઊંચનીચ કે રંકને તવંગરના આચારે,
જે સમદ્રષ્ટિથી જુએ તમામ એનું મનમંદિર છે હરિ તારું.
કરે જે સેવા માતપિતાની ફરજ પોતાની બજાવી રહેતા,
જેનું આંગણ હોય તીર્થધામ એનું મનમંદિર છે હરિ તારું.
ન રાગદ્વેષ કે સુખદુઃખ જેને સંતાપે યા સુખી કરનારા છે,
તારું શરણ એ જ સુખધામ એનું મનમંદિર છે હરિ તારું.
દસમ ભાગ દાન કરી વાપરે આવક પોતાની હરહંમેશને,
બીજાનાં અશ્રુ લૂંછવાનું કામ એનું મનમંદિર છે હરિ તારું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '