પુસ્તક: અંધારની બારાખડી
By શોભિત દેસાઈ
ઘડાયેલા નિયમને હું અનુસરવા નથી આવ્યો
કોઈની પણ અહીં ખાલી જગા ભરવા નથી આવ્યો
પ્રલય જેવો જ છે પડકાર, સાગર!ભાનમાં રહેજે!
હું ચેતન ખોઈને અમથો અહીં તરવા નથી આવ્યો
સીધેસીધું કહી દઉં તો હું ચાહું છું તને ભરપૂર
બની રખડુ પવન, ઝુલ્ફોમાં ફરફરવા નથી આવ્યો
જો જીવું છું તો કેવળ મારી પોતાની જ રીતે હું
કોઈપણ સ્વીકૃતિ માટે હું કરગરવા નથી આવ્યો
ઉકેલો આપવા છે કૂટપ્રશ્નોના ગઝલ દ્વારા
અહીં હું કોઈના પણ હુસ્ન પર મરવા નથી આવ્યો