નજરો મીલાવો છો, બોલો તો ખરા,
પ્રેમ છે કહોછો, દિલ મીલાવો તો ખરા,
ચાહત એ એક લોકોનો ભ્રમ છે,
તમે આવો તો, પ્રેમ સાબીત કરીએ ખરા,
એક વ્યક્તિને જોવા કેટલુ મથીએ,
વ્યથા તલપની કહું, જોવોતો ખરા,
એ શું કે સામે જોવો અને હસો પણ નઈ,
કહું તમને એ તકલીફ, તમે હસોતો ખરા,
આમતો કોઈ તકલીફ નથી મને કોઈથી,
પ્રેમ કરો અને ના કહો, તો લેગેતો ખરા,
તમનેતો કદાચ આદત હશે સહી લેવાની,
"કુમાર"ની હાલત શું થાઈ છે, જોવોતો ખરા.
પ્રજાપતિ વિજયકુમાર
"કુમાર"