Quotes by Vijaykumar KUMAR in Bitesapp read free

Vijaykumar KUMAR

Vijaykumar KUMAR

@prajapativijaykumar4866


નજરો મીલાવો છો, બોલો તો ખરા,
પ્રેમ છે કહોછો, દિલ મીલાવો તો ખરા,
ચાહત એ એક લોકોનો ભ્રમ છે,
તમે આવો તો, પ્રેમ સાબીત કરીએ ખરા,

એક વ્યક્તિને જોવા કેટલુ મથીએ,
વ્યથા તલપની કહું, જોવોતો ખરા,
એ શું કે સામે જોવો અને હસો પણ નઈ,
કહું તમને એ તકલીફ, તમે હસોતો ખરા,

આમતો કોઈ તકલીફ નથી મને કોઈથી,
પ્રેમ કરો અને ના કહો, તો લેગેતો ખરા,
તમનેતો કદાચ આદત હશે સહી લેવાની,
"કુમાર"ની હાલત શું થાઈ છે, જોવોતો ખરા.

પ્રજાપતિ વિજયકુમાર
"કુમાર"

Read More

પ્રેમમાં ક્યાં જીસમ સાથે જોઈએ,
તારું ને મારું દિલ મળેલું જોઈએ,
એતો લોકો એને ગલત સમજે છે,
બાકી મારેે તારો સંગાથ જોઈએ,

પ્રેમમાં ક્યાં જીસમ સાથે જોઈએ,

અડી અડીને લોકો થાઈ છે છુટ્ટા,
મારેતો તારો નાદાન સ્પર્શ જોઈએ,
આમ તેમ મૌ મારતા ફરે બધાય,
મારેતો માત્ર તારું સ્મીત જોઈએ,

પ્રેમમાં ક્યા જીસમ સાથે જોઈએ,

ન હોય જો પાસે તો લોકો ભુલીજાય,
મારેતો તારી એક માત્ર યાદ જોઈએ,
ઉમળકા આવે સંગે સંગના બિજાને,
"કુમાર"ને ફકત તુંજ સામે જોઈએ,

પ્રેમમાં ક્યા જીસમ સાથે જોઈએ,

પ્રજાપતિ વિજયકુમાર
"કુમાર"

Read More

એ મને આઈ લવ યુ કહેછે એ,
મને છે પ્રેમ એમ રોજ કહેછે એ,
હું પણ કરું છું પ્રેમ "કુમાર" જાણે છે,
તરા સીવાય કોઈનહી કહેછે એ,
હું ઉભી હતી અટારી એ વાટ જોઈ,
રાહ જોજે આવીશ હું કહેછે એ,
કેટલો વિશ્વાસ રાખ્યો હે મારા પર,
તું મારી જાન છે રોજ કહેછે એ,
અરે મારી હીરોઈન કહી ચીડવે છે,
જ્યારથી મારા દિલમા રહેછે એ.

પ્રજાપતિ વિજયકુમાર
"કુમાર"

Read More

"અનુભવ છે તારો"

જો તું કહે રહી શકે મારા વગર તો એ ખોટું પડે,
કારણ, અનુભવ છે મને તારો,

જો તું કહે લડીલઈશ દુનીયા સામે મારા વગર,
એ ખોટું પડે,
કારણ, અનુભવ છે મને તારો,

જો તું કહે મારા વગર ચાલીશ એ ખોટું પડે,
કારણ, અનુભવ છે મને તારો,

જો તું કહે એકલા રાતો ગાળીશ એ ખોટું પડે,
કારણ, અનુભવ છે મને તારો,

જો તું કહે પ્રેમ નથી તને મારાથી એ ખોટું પડે,
કારણ, અનુભવ છે મને તારો,

જો તું કહે યાદ નથી કરતી "કુમાર"ને એ ખોટું પડે,
કારણ, અનુભવ છે મને તારો,

પ્રજાપતિ વિજયકુમાર
"કુમાર"

Read More

તું કેને કઈક એમ કહી બોવ સતાવે વાલમ,
ન છુટકે હું હારી જાઉ છું એની સામે,
ધીરું બોલો પ્રીએ કોઈ સાંભળશે આલમ,
હું દુનીયા આખી ત્યજી દઉ પ્રિયતમ સામે,
કોઈ કહે તો પરવા નથી મને એની,
બસ રીસાયો છે આજે જીવથી પ્યારો વાલમ,
આ દિલ "કુમાર" સામે ધરી દઉ આજ ઘડીએ,
બસ એકજ આશ મુજને મળે મને વાલમ.

પ્રજાપતિ વિજયકુમાર
"કુમાર"

Read More

યાદોમાં ફરી તારા જિંદગી વિતાવીશ હું,
આવનારી પળોને રાસ્મોથી નિભાવિશ હું,
તું જોજે વાટ મારી હજીયે પાછો આવીશ,
સપના તૂટ્યા છે એમ કદી તુટીશ નહીં હું,
આવશે મોકો તો મળીશ એને પણ,
કેમ લખ્યો આવો કિસ્સો પૂછીશ હું,
મળ્યા આપણે તો પછી જુદા કેમ થયા,
ભલે થાય જુદા તો શુ ફરી પાછો માળીશ હું?
અને કદાચ જો મળી ગયા અપણે એક બીજાને,
તો એક વચન જરૂરથી તને આપીશ હું,
ભલે લખ્યું હોય કિસ્મતમાં જુદા થવાનું,
તને પણ શ્વાસ "કુમાર"નો બનાવીશ હું.

                               પ્રજાપતિ વિજયકુમાર
                                         "કુમાર"

Read More