ગુરુદશ્રિણા
આ શબ્દ સાંભળતા જ મહાભારત નો એક પ્રસંગ અને ગુરુ દ્રોણ થતા એકલવ્ય ની વાત યાદ આવે જ.
ગુરુ એ આપેલા જ્ઞાન ના બદલામા ગુરુ જે વળતર કે વચન માંગે એને કેહવાય ગુરુદક્ષિણા.
પેહલા ના યુગો મા બાળક જ્યારે સમજણો થાય એટલે એને ઘરથી દુર બધા ને મુકીને વર્ષો સુધી કોઇ ગુરુ પાસે શિક્ષા લેવા જવુ પડતુ અને કદાચ આ કમપ્લસરી પણ હતુ.
બાળપણ થી લઇને યુવાન થાય ત્યા સુધી ના વર્ષો તેના શિક્ષા અને ગુરુ ની સેવા મા જતા. બ્રાહ્મણ પુત્રો શાસ્ત્રો નુ જ્ઞાન લેતા અને શ્રત્રિય પુત્રો શિક્ષા સાથે શસ્ત્રો નુ જ્ઞાન લેતા.જ્યા સુધી મારી સમજ છે ત્યા સુધી વૈશ્ય કે શુદ્ર જાતી (વર્ણ) ને કદાચ શિક્ષા લેવાની અનુમતી ન હતી.
અત્યાર ના યુગ નુ જો ઉદાહરણ આપુ તો આજના વિધ્યાર્થીઓ જે હોસ્ટેલ લાઇફ મા જીવન જીવે છે એવુ જીવન પેહલા ના બાળકો નાનપણ થી યુવાની સુધી જીવતા પણ નિયમો નુ પાલન ગુરુ ના કેહવા પ્રમાણે થતુ.
એ ગુરુઓ ધ્યાન કરી ઇશ્ર્વર પ્રાપ્તિ ની અભિલાષા માટે વૈરાગિ જીવન ની સાથે જંગલો મા ઝુપડીઓ મા રેહતા, નહી કે આજના ગુરુ ની જેમ જાહોજલાલી મા.
આજના ગુરુઓ ભલે કોઇ મુલ્ય દશ્રિણા વીના કિતાબી જ્ઞાન આપતા હોય પણ પેહલા ના ગુરુ ઓ જેવુ જ્ઞાન સમજ કે સિંચન આપી શકે ખરા ?
જ્યારે આ અનામત ના યુગ મા
"પેહલા હુ શિખીશ"
"ના પેહલા હુ શિખીશ" ની લાલશા મા
"પેહલા તુ ભલે શિખ પણ વધારે તો હુ જ શિખીશ"
જેવી ભાવના રાખનાર કોઇ શિષ્ય છે ખરો ? કે
"હુ સ્કુલ મા જે શિખવાડીશ એ જ પુરતુ છે ટ્યુશન ની જરુર જ નહી પડે"
આવુ કેહનાર દ્રોણાચાર્ય ક્યા છે ?
એ એક જ ગુરુ જ્ઞાન જ એવુ અાપતો કે ગુરુદશ્રિણા શબ્દ આટલો ઓળખાયો. પણ હવે તો ધોરણે ધોરણે ગુરુ બદલાય છે તો હુ કોને કોને ગુરુદશ્રિણા થી સન્માનીત કરુ ?