કોઈના આંસુ લૂછવાની
*મજા કંઈક ઔર છે*
બાને ઓછું સંભળાય છે,
પણ "કેમ છો"...? પૂછવાની
*મજા કંઈક ઔર છે.*
ભલે પડખા ફેરવી ને
સુતા હોઇએ
વ્યવસ્થિત ઝગડા પછી,
અડધી રાતે ઉઠીને
ચાદર ઓઢાડવાની
*મજા કંઈક ઔર છે.*
હા , વઢશે હજી ને
ગુસ્સો પણ કરશે અને
કંઈ બોલી પણ નહીં શકો,
પરંતુ કોઈને મનાવાની ઉંમરે
પિતાથી રીસાવાની
*મજા કંઈક ઔર છે.*
બાકી ભલે ભડભાદર થઇ
ફરતા હો આખા ગામમાં,
ક્યારેક ભાંગી પડો તો
માંના ખોળામાં
ડુસકા સાથે રડવાની
*મજા કંઈક ઔર છે.*
નહીં ગળે મળી શકો હવે
કે
નહીં એને વઢેલા શબ્દો
પાછા લઇ શકો,
બસ ભીની આંખે
બેનની રાખડીને ચૂમવાની
*મજા કંઈક ઔર છે.*
કાયમ કંઈ ભેગો
નથી રહેવાનો, એને પણ
એની જવાબદારીઓ છે,
દોસ્ત જયારે પણ મળે,
બે ગાળ દઈ દેવાની
*મજા કંઈક ઔર છે.*
હા, દોસ્તોએ કાયમ મારા
આંસુઓને ખભો ધર્યો છે,
આમ તો બધી
અંગત વાતો છે પણ..,
કહી દેવાની
*મજા કંઈક ઔર છે.*
?