પ્રેમ તારો હું નકારી ના શકું,
ને છતાંયે આવકારી ના શકું;

તું હૃદયમાં ધબકે પ્રત્યેક પળ,
ને છતાંયે હું પોકારી ના શકું...

હું તને ક્યારેય ના ત્યાગી શકું,
ને ખુદા પાસેય ના માંગી શકું;

પાસ તારી હું ના આવી શકું,
ને દૂર પણ તારાથી ના ભાગી શકું...?

Gujarati Shayri by Nikunj Panchal : 111082796

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now