મેં જોયા તમને તેનો આ અંજામ છે,
ક્ષણિક નહિ પણ પૂરી જીંદગીનો આ સાથ છે,
તમે છો ખાલી થોડીક ક્ષણો મારી સાથે,
પણ મારી યાદોનો હર એક ક્ષણ તારે નામ છે,
એ વીતેલી ક્ષણો પાછી ઉજવવી છે ખુદા!
તેના ખોળામાં હોય માથું,
ઉપર સુવાળું આકાશ,
આ ક્ષણ બીજું શું પૂરી જીંદગીનો જામ છે,
આપની સાથે ભલે વાતો થઈ ગઈ દિલની,
બાકી હું એક લાગણીવિહીન શૂન્ય હતો હજુ મને યાદ છે,
મારા દિલનો એક એક ધબકાર,
તારી યાદોનો હિસાબ છે,
બાકી છું તારા વિના સાવ ખાલી,
એટલે તુંજ મારો શ્વાસ અને તુંજ મારો ધબકાર છે
-જય ધારૈયા"ધબકાર"?