#online_love
?????
આપણે જોઈએ છે કે છેલ્લા,10 વર્ષ થી સોસીયલ મીડિયા નો ક્રેઝ બૌ વધી ગયો છે.
તેમાં ઘણું જાણવા સમજવા અને જીવન જરૂરિતા વસ્તુ શીખવા મળે છે, અને કેટલુંક દુઃખ પણ આપે છે.
ફેસબુક ટ્વીટર જેવા પ્લેટ ફોર્મ માં લોકો,સહુ થી વધારે જીવન સાથી ની શોધ કરતા હોય છે.
જેના માટે પોસ્ટ પણ એવી મુક્તા હોય છે,કે સામે ની વ્યક્તિ તેના થી પ્રભાવિત થઇ શકે,અને ઘણા લોકો પ્રભાવિત પણ થાય છે,અને frnd બને છે.
આ ફેસબુક જેવા પ્લેટફોર્મ માં ઘણા ને જીવન સાથી મળ્યા છે,એ પણ સારી વાત છે,કે પોતાના મન ગમતું અહીં મળી જાય છે.
પણ એમાં ના કેટલાક તો જૂઠ નો સહારો લઈને સામે ની વ્યક્તિ ને મોહિત કરે છે,અને અંતે ભાંડો ફૂટી જાય છે,જયારે બન્ને ની મુલાકાત રીયલ માં થાય છે.
જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી,આ સોસીયલ મીડિયા એવી વસ્તુ છે,જ્યાં માણસ કદી ધોકો નથી ખાય શકતો,જો તે સમજી વિચારી ને તેનો ઉપયોગ કરે,કારણ કે તમે જેને like કરો છો, એના વિષે તમે બધું જાણી શકો છો,તે આ સાઈટ પર કોને ફોલો કરે છે,ક્યાં કમેન્ટ કરે છે,આ બધું તેના વિચારો પર રહેલી હકીકત છે.
ફેસબુક એટલે,કે માણસ નો ચહેરો અને તેની ડાયરી કહેવાય છે,માણસ કેવો છે શું કરે છે,કેવા વિચાર ધરાવે છે બધું તેની પોસ્ટ માં ક્યાંક ને ક્યાંક તે બતાવી જ દે છે,માણસ સારી સારી પોસ્ટ કરે છે,એટલે એ સારો વ્યક્તિ જ છે,એવું ના સમજી લેવું કારણ કે,અહીં લગભગ લોકો જીવન સાથી ની જ શોધ માં આવતા હોય છે,છોકરો હોય કે છોકરી,કોઈ પણ હોય શકે છે.
જેમને પારિવારિક તકલીફ હોય સંબંધો શોધવા માં તેવા લોકો માટે આ બેસ્ટ,જગ્યા છે,પણ શરૂઆત સારા કામ થી કરો,જેથી તમને કોઈ મળી શકે અહીં.
ભારત ના અનેક છોકરા ઓ વિદેશી મહિલા સાથે પ્રેમ લગ્ન કરી ને વિદેશ,જતા રહ્યા છે,એતો સહુ જાણે છે,પણ ત્યાં જઈને શું કરે છે એ આપણે નથી જાણતા,કારણ કે વિદેશ થી આવેલી મહિલા,લગભગ આધેડ ઉંમરની જ હોય છે,જે ભારતિય પુરુષ સાથે લગ્ન કરી ને તેને વિદેશ લઇ જાય છે.
અહીં પણ કેટલાક ને પોતાના ના જીવન સાથી મળ્યા જ છે,જે મસ્ત ની life જીવે છે,પણ કેટલાક અફસોસ પણ અનુભવે છે લગ્ન કરી ને,કારણ કે એમને શરૂઆત જ એવી પસંદ થી કરી કે સામે ની વ્યક્તિ વિષે સાચું ખોટું જાણી નથી શક્યા,અને સીધા મેરેજ કરી લીધા છે.
#ખાસ_વાત
મિત્રો જો તમે પણ અહીં કોઈ ને પસંદ કરતા હોય અને તેની સાથે જીવન વિત્તવવા ની ઈચ્છા હોય તો જરૂર થી પ્રેમ કરો,પણ થોડા પ્રેમ થી બહાર જઈને પણ જીવન ને લગતા પ્રશ્નો નો ઉકેલ શોધો,તમે જેને પસન્દ કરો છો એના વિષે નિરીક્ષણ કરવામાં કોઈ ખોટ કે પાપા નથી,બસ આગળ જઈને વધુ તકલીફ ના થાય તેનું નિવારણ શોધવાનું છે,તમે તમારા પ્રિય પાત્ર ની જાસૂસી કરો છો,તેની જાણ તેને થતી હોય તો થવા દો,નારાજ થાય તો થવા દો,પણ તમને વિશ્વાસ આવી જાય કે ના એ પરફેક્ટ છે,તો તેને પછી નિરાંતે સમજાવી દેજો,જો એ ખરેખર તમારા like હશે તો તમારી વાતને સમજી જશે અને તમારું જીવન રંગીન બની જશે અને પછી શક કરવાનો ક્યારેય મોકો નહીં મળે જો બધું સરસ હશે તો.
(મારી વાત પર ટીકા ટોણી કરવાની છૂટ છે,પણ પોતાના જીવન ને સરળ બનવવાની પણ જરૂર છે તમને)આભાર??