લાવ ને હુ જીંદગી ને ઉંડાણ પુર્વક જોવું.....
જેમ જેમ તારી અંદર જઈસ તેમ દાખલા તો એવા આવશે, કેટલાક તો આંખ માં આસું આવશે તો કેટલાક જીવન માં આનંદ......
જીંદગી લાવ ને તારા એક એક ભાગ ને હુ એક ડાયરી માં શબ્દ રુપી સાંકળ માં બાંધી જોવું તો
જીંદગી ના એક એક ભાગ ને એક એક પળ જીવવા જેવી લાગશે.........
જીંદગી ને લાવ ને હુ એક એક ભાગ ને ગોઠવી જોવું એક એક ભાગ ગણિત ના દાખલા જેવો લાગે છે, તેને ઉકેલવા માં તમે આંખો રડી રડી ને લાલ થઇ જાય છે.....
જીંદગી ના જંગ માં ક્યારે એવું થાય છે, કે દેખાય ખાલી તે પણ આપણને જંગ જીતાડે,ક્યારે એવુ એ બને કે તને તારા પોતાના જ તારો દાવ કરી જાય......
આ જંગ માં હારવા ની પણ મજા છે,
હારનાર ને કોઈ હરાવી શકતો નથી ને જીતવા ના ચક્કર માં આપણે નિરાશા ના પાશ માં બંધાઈ જાય છે જીંદગી.....
જીંદગી ના એક એક પહેલું ને નીચોવી ને જોવું,
તેમાં પાણી ના ટીપાં તો કમ દુઃખ અને નિરાશા રુપી ટીંપા વધુ નીકળશે.......
આ ઝાકમઝોળ તો બાકી એવી છે, કે લોકો એક બીજા ની દેખા દેખી માં તો સારી જીંદગી" એક ગમ ફલાણા કરતાં મારો એક કમરા કમ" એમાં ને એમાં જ પોતે કંઈક ગુમાવ્યા નો તો કંઈ મેળવવા નો ઓરતો માણસ નો એજ નિરાશા ના કુવા માં લઈ જાય.....
જે થાય તે સારા માટે પણ ને તે રસ્તે હુ ખુશનુમા જીંદગી જીવે તો જીંદગી ના એક એક પ્રકરણ આપણને જીવવા જેવા લાગે છે.......
આપણે એક કમરા ના વધારવા ના ચક્કર માં તો આપણે બધુ ગુમાવી એ છીએ, ચાર દિવસ ની ચાંદની ફીર અંધેરી રાત તો ચાલ ને આપણે આપણા જેટલા કમરા છે, તેમાં જ જીવી જઈએ.....
આપણે જે છે તેમાં જ આનંદ માની એ તો આપણે જીંદગી ના દાખલા ઘણા સહેલા બની જાય છે,તેના જવાબો નો તાળવો પણ મળી જાય છે,
પહેલા મોટુ ઘર ને પછી ચાર માણસ ના ખભા નો સહારો કંઈ સાથે નહીં આવે,આ પહેલુ સમજી જઈતો જીંદગી આપણી દોસ્ત બની જાય છે.....
શૈમી ઓઝા.......