"અનુભવ છે તારો"
જો તું કહે રહી શકે મારા વગર તો એ ખોટું પડે,
કારણ, અનુભવ છે મને તારો,
જો તું કહે લડીલઈશ દુનીયા સામે મારા વગર,
એ ખોટું પડે,
કારણ, અનુભવ છે મને તારો,
જો તું કહે મારા વગર ચાલીશ એ ખોટું પડે,
કારણ, અનુભવ છે મને તારો,
જો તું કહે એકલા રાતો ગાળીશ એ ખોટું પડે,
કારણ, અનુભવ છે મને તારો,
જો તું કહે પ્રેમ નથી તને મારાથી એ ખોટું પડે,
કારણ, અનુભવ છે મને તારો,
જો તું કહે યાદ નથી કરતી "કુમાર"ને એ ખોટું પડે,
કારણ, અનુભવ છે મને તારો,
પ્રજાપતિ વિજયકુમાર
"કુમાર"