Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલો પ્રેમ ને આ પહેલા પ્રેમ સાથે ઉત્પન થઈ જતી અમુક અંધશ્રદ્ધા ઓ....!!!!

• પહેલો પ્રેમ થાય ત્યારે no doubt એના જેવો દિવ્ય અહેસાસ બીજો કોઈ ના હોય...એ એક લાગણી નો પ્રેમરૂપી પ્રવાહ એટલો પ્રિય હોય દરેક વ્યક્તિ ને એની જિંદગી નો કે હમેંશા ચાહતો હોય કે બસ અવિરત વહેતો રહે એ પહેલો પ્રેમ જગાડનાર વ્યક્તિ સાથે..પણ અમુક નસીબ અને સંજોગો વસાત એ પ્રવાહ કુદરતી જ ખૂબ ઝટપટ બંધ થઈ જતો હોય છે ને પછી એક એવો પડાવ આવે કે જ્યાં કાયમ લાગણી ઓ રૂપી જાજમ પથરાયેલી હોય ત્યાં પાનખર સમું ખરી ગયેલ પર્ણ રૂપી દિલ બસ રુદન જ કર્યા કરતું હોય. ...હસી ખુશી મસ્તી..બધું જ જાણે કોઈ છીનવી ગયું હોય એવું જ થયા કરતું હોય..જ્યાં અવિરત લાગણીનો ધોધ અચાનક સૂકી વેરાન જગ્યા બની ગઈ એવું પ્રતીત થયા કરતું હોય દરેક એ Heart broken વ્યક્તિ ઓ ને અને સ્વાભાવિક છે જ્યાં parmenant લાગણી ઓ જોડી ચુક્યા હોય ત્યાંથી sudden આવો change ના સહી શકીએ જે ભલે એ સમય temparary જ હોય તો પણ એ ખૂબ અસહય લાગતું હોય અને કદાચ ઘણા લોકો જિંદગી ને જ હારી ગયા એવું અનુભવી ને વર્તવા પણ લાગે...!!!
• પણ શું કામ આવું થાય છે ખબર છે કારણ આપડે એ લાગણી રૂપી પ્રેમ ને used to થઈ જતા હોઈએ છીએ એક વ્યક્તિ પર સાવ પરોપજીવી રીતે આધારિત થઈ ગયા હોઈએ છીએ અને સમેવાળું પણ હોય કદાચ..!!પણ તકલીફ ત્યારે જ વધે છે જ્યારે એ બે પાત્ર માંથી કોઈ એક સારું move on કરી ગયું હોય સમય પ્રમાણે ને બીજું બસ એજ વાત પકડી ને બેસી રહે કે પહેલું એજ સૌથી ઉત્તમ પણ એવું વાસ્તવમાં સત્ય નથી હોતું કારણકે આપણે જિંદગીને પ્રેમ ને દરેક ને બીજો મોકો આપ્યા વિના જ સાવ કેવી રીતે કહી શકીએ કે પહેલા પ્રેમ જેવું બીજું ક્યારેય થઈ જ ના શકે કે પહેલા પ્રેમ ને ભૂલી ના શકાય..કાઈ જ અશક્ય નથી હોતું આ માયાવી દુનિયામાં જો આપડે આપડો નજરીયો બદલી દઈએ તો...એ વિચારો ને કે પહેલા પ્રેમ માં તો ખબર પણ નતી કે કેવો હોય પ્રેમ ભર્યો અહેસાસ ને ,લાગણી ને કેવી હોય આ રીત પ્રેમ ને જાણવાની માણવાની...!!.હા એક વાર દિલ દુભાય પછી તો થોડો સમય અઘરું લાગતું હોય પણ move on તો કરવું જ પડતું હોય તો શું કામ આ પહેલા જેવું બીજું ના થઇ શકે એવી અંધશ્રદ્ધા રાખી ને કદાચ જિંદગીમાં ખરેખર આવનારા ને કદાચ આજીવન એક પ્રેમભર્યો પ્રવાહ વહેવડવાવાળા વ્યક્તિ ને આવકાર પણ ના આપી શકીએ સામે દેખાતા વ્યક્તિ ને નજરઅંદાજ કરી ને વીતી ગયેલ ને ભુતકાળ બની ગયેલ વ્યક્તિ ની પાછળ બધું જ વ્યર્થ કરી દેતા હોઈએ છીએ...તો આવી અંધશ્રદ્ધા થી પર થઇ સમય પ્રમાણે આવતા વ્યક્તિ ને મહત્વ આપી ને પછી આગળનું બધું જ ભૂલી જઇને નવી શરૂઆત કરવી જોઈએ...નવો પ્રેમ...નવો આવકાર..નવી પ્રીત ની રીત...આ બધું જ જ્યારે કરવા લાગશુ ને ત્યારે કદાચ ખરેખર સમજાઈ જશે કે હા આ ""પહેલા"" ની અંધશ્રદ્ધા માં આપડે ઘણું ગુમાવવા તૈયાર થઇ જતાં હોઈએ છીએ..
• તેથી જ પહેલા કે આખીરી એવું કંઈ હોતું જ નથી બસ આવનાર વ્યક્તિઓ નું મહત્વ સમજી જીવવા લાગીએ એ જ સાચો way...keep living life with all adorable way...

Gujarati Blog by Hina Modha : 111078688
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now