પ્રેમ આ શબ્દ પર જેટલું લખીએ એટલું આમ તો ઓછું જ લાગે. પ્રેમને કોઈ સીમાડા ના બાંધી શકે. એમાં કોઈ હદ કે રેખાના હોય! આ જ શબ્દો ને જ્યારે આજકાલના પ્રેમીઓ ખોટી રીતે વાપરે ત્યારે ઘણુ દુઃખ થાય. પોતાના પ્રેમને રાધા કૃષ્ણ જોડે સરખાવે પણ કદી રાધા કૃષ્ણના ત્યાગને સમજ્યા છો! કૃષ્ણ તો આમ કરતા, હા ભાઈ કૃષ્ણ તો ટચલી આંગળી એ ગોવર્ધન પણ ઉપાડતા! આજના સમયમાં થોડું પ્રેમરૂપી જ્ઞાન પીરસી શકાય તો અમને એનો આનંદ થશે.
આવા જ પ્રેમની વાર્તા લઈને અમે માતૃભારતી પર આવી રહ્યા છે. ત્રણ સખીઓ ના શબ્દો જ વિચારો ને અનુભવો નો સમન્વય એટલે પ્રેમની પેલે પાર...