Dedicated to all retired respected competriots
હા.. હું પ્રેમ કરું છું મારી વધી રહેલી ઉમર ને,
ગમી રહ્યું છે શાણપણ, તો યે શરારત હું કરું છું.
કેટલીક જવાબદારીથી મુક્ત થઈ ચૂકયૌ છું,
બની બેફિકર મારી માટે હવે હું જીવું છું.
શુ વિચારશે કોઈ એની હવે પરવાહ નથી,
શુ કરવું છે હાંસિલ એ હવે સમજી લીધું છે.
જીવી રહયો છું મરજી મુજબ ને ખૂબ મોજથી,
શોખને પાંખો આપી આભ માં ઊંચે ઊંડું છું.
સફેદી વાળમાં આછી અને કરચલી ચહેરે થોડી,
મારા સૌંદર્ય ને જાણે વધારે ખીલવી રહ્યું છે.
જીવું છું સ્વમાનભેર અને છું પ્રિય મિત્રોમાં,
બસ આટલી સંપત્તિથી શ્રીમંતાઈ ને પોષતો રહું છું...