આંતરરાષ્ટ્રીયઃ અમેરિકામાં 3294.4 કરોડ રૂપિયા (46.4 કરોડ ડોલર)ના હેલ્થકેર કૌભાંડમાં આરોપી ભારતીય મૂળના ડોક્ટરને 49.7 કરોડ રૂપિયા (70 લાખ ડોલર)ના બોન્ડ પર મંગળવારે જામીન મળ્યા હતા. ડો. રાજેન્દ્ર બોથરા (77) હેલ્થકેર કૌભાંડમાં મુખ્ય આરોપી છે. અમેરિકાની એજન્સીઓને આશંકા છે કે, બોથરા કૌભાંડની રકમનો ઉપયોગ કરીને ભારત ભાગી શકે છે. તેથી કોર્ટે તેઓને ઘરમાં જ નજરકેદ રાખવાના આદેશ આપ્યા છે. તેઓના ઉપર જીપીએસથી મોનિટરિંગ કરવામાં આવશે. બોથરાને 1999માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
કોર્પોરેટઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીને અમેરિકન મેગેઝિન ફોરેન પોલિસીએ ટોપ-100 ગ્લોબલ થિંકર્સની વાર્ષિક લિસ્ટમાં સામેલ કર્યા છે. મેગેઝીન પ્રમાણે દેશમાં સ્માર્ટફોન ઈન્ટરનેટ ક્રાંતિને પ્રોત્સાહન આપવાનો શ્રેય મુકેશ અંબાણીને જાય છે.
રાષ્ટ્રીયઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ફેસબુક પોસ્ટમાં સંસદની એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે લોકશાહી ભારતની સૌથી મોટી તાકાત છે. તેઓએ કહ્યું કે આપણી સંસદમાં ચર્ચાને જોઈને અફઘાનની એક સાંસદે મને કહ્યું હતું કે અમારા દેશમાં તો આ પ્રકારની ચર્ચા પણ બંદૂકના જોરે થાય છે.
રાષ્ટ્રીયઃ સરકારે બુધવારે જણાવ્યું હતું કે આઇટી ક્ષેત્રેની માંધાતા કંપની ઇન્ફોસિસ રૂ. 4,241.97 કરોડના ખર્ચે નેક્સ્ટ જનરેશન ઇનકમ ટેક્સ ફાઇલિંગ સિસ્ટમ વિકસાવશે, જેના કારણે આવકવેરા રિટર્નનનો પ્રોસેસિંગ સમય જે હાલમાં 63 દિવસ લાગે છે તેનાથી ઘટીને ફક્ત એક દિવસનો થશે અને રિટર્નની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીયઃ ચીનના બેલ્ટ બેન રોડ પ્રોજેક્ટમાં બંપર રોકાણ કરવાને કારણે અન્ય દેશોની જમીન અને સેન્ય અને રાજનૈતિક વધારો હાંસલ કરી લેશે. તે જ્યાંથી પણ પસાર થશે તેની પર નકારાત્મક આર્થિક પ્રભાવ પડશે અને સાર્વભૌમત્વ ખતરામાં હશે. અમેરિકી રક્ષા મંત્રાલયે પેન્ટાગોને ચેતવણી ઉચ્ચારી છે.
માર્કેટઃ એશિયન બજારોના મિશ્ર વલણને કારણે આજે ભારતીય બજાર ફ્લેટ બંધ આવ્યું હતું. જેમાં એસએન્ડપી બીએસઇ સેન્સેક્સ કામકાજને અંતે ફક્ત 3 પોઇન્ટના વધારા સાથે 36,321 પર અને નિફ્ટી ફક્ત ચાર પોઇન્ટ વધીને 10,890 પર બંધ આવી હતી.
સેબીઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ રિયલ એસ્ટેટ ઇન્સેસ્ટમેન્ટ ટ્ર્ટ (આરઇઆઇટી) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની માર્ગદર્શિકાઓમાં સુધારો કર્યો છે જેથી તેમના યુનિટની પબ્લિક ઇસ્યુની પ્રક્રિયાને હળવી બનાવી શકાય. હવે ટ્રસ્ટ બ્લોક્ડ એમાઉન્ટ (એએસબીએ) દ્વારા સમર્થિત હો.ય તેવી જ અરજો સ્વીકારી શકશે.
રાષ્ટ્રીયઃ વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ વિષ્ણુ હરિ દાલમિયાનું 91 વર્ષની વયે આજે તેમના દિલ્હીના નિવાસસ્થાને નિધન થયુ છે. શ્રી ક્રિષ્ના જન્મસ્થાન સેવા સંસ્થાનના સેક્રેટરી કપિલ શર્માએ એક પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિના પ્રખર પ્રણેતા એવા વિષ્ણુ હરિ દાલમિયાએ શ્રી ક્રિષ્ણા જન્મસ્થાન મંદીરોના નવીનીકરણમાં તેમના પિતા જય દયાલ દાલમિયા સાથે અગત્યની ભૂમિકા ભજવી હતી.