યાદોમાં ફરી તારા જિંદગી વિતાવીશ હું,
આવનારી પળોને રાસ્મોથી નિભાવિશ હું,
તું જોજે વાટ મારી હજીયે પાછો આવીશ,
સપના તૂટ્યા છે એમ કદી તુટીશ નહીં હું,
આવશે મોકો તો મળીશ એને પણ,
કેમ લખ્યો આવો કિસ્સો પૂછીશ હું,
મળ્યા આપણે તો પછી જુદા કેમ થયા,
ભલે થાય જુદા તો શુ ફરી પાછો માળીશ હું?
અને કદાચ જો મળી ગયા અપણે એક બીજાને,
તો એક વચન જરૂરથી તને આપીશ હું,
ભલે લખ્યું હોય કિસ્મતમાં જુદા થવાનું,
તને પણ શ્વાસ "કુમાર"નો બનાવીશ હું.
પ્રજાપતિ વિજયકુમાર
"કુમાર"