copy paste..........
એક અજનબી પુરુષ અને અજનબી સ્ત્રી' વચ્ચે નો ફ્કત બે જ મીનિટ ની ફેસબુક ચેટ
read this post
આજે મને એક બહેન નો મેસેજ મળ્યો...
મને કહે તમારી પોસ્ટ ખુબજ સરસ હોય છે મને ગમે છે..
મે કહ્યુ પણ તમે લાઇક કે કૉમેંટ તો આપતા નથી મને ખબર કેમ પડે....?
મને કહે ક્યારેક લાઇક કરુ છુ પણ હું કોમેંટ ના આપી શકુ...
મે કહ્યુ...કેમ...?
એ બહેન નો જવાબ સાવ સિમ્પલ હતો પણ મને વિચારતો કરો દીધો..!!
મને કહે... "કોમેંટ તો બધા જુએ ને...?"
શુ આજના આધુનિક યુગ મા આપણે ખરેખર સ્ત્રી ને આઝાદી આપી છે..?
કહેવાતો સુધરેલો સમાજ શુ ખરેખર સુધર્યો છે...?
આના કરતા તો સાડાપાંચ હજાર વર્ષ પહેલા નો સમાજ સારો કહેવાય કે જ્યારે કૃષ્ણ દ્રોપદી ને જાહેર મા 'સખી' કહી શકતા એની સાથે એકલા બહાર જઇ શકતા ગમે તે વિષય ઉપર ખુલ્લા દિલે ચર્ચા કરતા...
આજે આપણે મહિલા ઓ ને માત્ર પોષાક ની સ્વતંત્રતા આપી છે,
હજુ મહિલા જાહેર મા બોલતા સંકોચ અનુભવે છે..પોતાના જીવનસાથી સાથે પણ પુરુષમિત્રો નો પરિચય કરાવી નથી શકતી..અન્ય પુરુષો સાથે એકલી બહાર નથી જઇ શકતી એનુ કારણ શુ...?
મહિલા ની સંકુચિતતા..?
શરમ..?
કે..ડર..?
મને લાગે છે આની પાછળ નુ કારણ છે,
પુરુષો ના પ્રત્યાઘાતો...
સ્ત્રી બને ત્યા સુધી મર્યાદા ઓળંગતી નથી કારણ કે એનો જન્મજાત સ્વભાવ હોય છે કોઇનુ થઇ ને રહેવુ..
પણ એની દરેક હિલચાલ ને શંકા ની દ્રષ્ટિ એ જ જોવામા આવે છે..
આજનો આધુનિક પુરુષ ભલે નારીસ્વતંત્રતા ની ગમે તેવી બડાઇ મારતો હોય..જ્યારે પોતાની પત્ની કે,બેન દિકરી ની વાત આવશે..વિચારો મા ફરક આવી જશે...
હજુ આપણે સુધર્યા નો ડોળ માત્ર કરી રહ્યા છીએ..
સુધર્યા નથી..
હજી આપણે જગત ની તમામ નારીતત્વ ને માતા નો દરજ્જો આપી શક્યા નથી..
હજી આપણે નારી ને ભોગ નુ સાધન માનીએ છીએ...
એનુ સાચા અર્થ મા સન્નમાન નથી કરતા..
જો એવુ હોત તો..
એ બહેન મને એમ ન કહેત..કે,
"કોમેંટ તો બધા જુએ ને....????