આજ નું સાહિત્ય:
એક નૂર આદમી હજાર નૂર કપડે
શિક્ષણ ની જેમ ગુજરાતી સાહિત્ય માં પણ
છેલ્લા કેટલાક સમય થી પુસ્તકો માં પણ કન્ટેન્ટ કરતા દેખાવ નું મહત્વ વધી ગયું છે
બુક ના ફ્રન્ટ પેજ સાઈઝ અને જાણીતો લેખક હોય તો ગમે તેવા સુવિચારો અને ફિલોસોફી ના પુસ્તકો અને વળી ઊંચી કિંમત વાળા લાયબ્રેરી માં ઢગલા જોવા મળે છે લાયબ્રેરી સંચલકો પણ પૃષ્ઠ જોઈને ખરીદે લે છે વાંચન તો માતૃભારતી માં પણ સારું મળે છે પણ ક્યારેક ફેશન બતાવવા સારા કવર પેજ વાળા પુસ્તકો લોકો ખરીદે છે
હમણાં જ અર્થહીન સુવિચારો કે પ્રાર્થના ઓ વાળા કેટલાય પુસ્તકો જોયા
જેની કિંમત 150 થી વધુ
રજનીશ, ચન્દ્રકાન્ત બક્ષી, અશ્વિની ભટ્ટ ગુણવંત શાહ હરકીસન મહેતા જેવા(અન્ય પણ) લેખકો ના
ના પુસ્તકો ના રૂ 400 થી વધુ આપવા પણ પોસાય અને લોકો (હું પણ) ખરીદે પણ છે
પરંતુ
અંકીત ત્રિવેદી નું એક પુસ્તક (સુવિચાર)
નું મૂલ્ય સોરી કિંમત 175 ?
કઅને પુસ્તક ખુબજ નાનું
(અહીં નાની પુસ્તિકા ઓ -બૂકલેટ ની વાત નથી ) અને અર્થહીન
લાયબ્રેરી વાળા કે ડોનેશન આપવા વાળા
જો આ બજેટ માંથી સારી નોવેલ,અનુવાદો કે હિન્દી સાહીત્ય ના ખ્યાતનામ પુસ્તકો ખરીદે તો વાંચન નો રસ નવી પેઢી ને ફરી જાગે
-,આકાશ પટેલ
(મિત્રો સાથે ની ચર્ચા નું તારણ)