ના કરો વૃક્ષ પર કદી પ્રહાર.
વૃક્ષ વિનાશે હો જીવન હાર.
પરોપકારે સદાયે જીવનારાં,
પ્રાણ પ્રત્યેકમાં જે પૂરનારાં,
અંગાર હરીને કરતાં ઉપકાર.
ના કરો વૃક્ષ પર કદી પ્રહાર.
નંદનવન એ ધરાને બનાવે,
વળી વર્ષાને બોલાવી લાવે.
જેને રક્ષતાં બસ જીવનસાર,
ના કરો વૃક્ષ પર કદી પ્રહાર.
તરુવર કેટકેટલું સૌને આપે!
તોય માનવ કાં એને સંતાપે?
પ્રદૂષણને સદાકાળ ટાળનાર,
ના કરો વૃક્ષ પર કદી પ્રહાર.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '