ભૂલી જઈને ભલા થવામાં છે સુંદરતા મનની.
દોષ નજરઅંદાજ કરવામાં છે સુંદરતા મનની.
જેણે કર્યો હોય અપકાર આપણી ઉપર સદા,
ભલા થઈને ભૂલી જવામાં છે સુંદરતા મનની.
અગનગિરા ઉચ્ચારી જેણે દિલ દુખાવ્યાં હો,
વૈખરી સામે પરા વદવામાં છે સુંદરતા મનની.
પરોપકારી બનીને જીવવાનું જગમાં આંકરું,
છતાંયે એવું આચરવામાં છે સુંદરતા મનની.
નાના રહીને અન્યના સદગુણને નીરખવાનું,
અવરને કદી બિરદાવવામાં છે સુંદરતા મનની.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '