જીવતા લોકો પાસે આવતા નથી ને
મરણ પછી ડાયરા ભરાય ......
તુ મન મુકી નાચ નથી કોય તારુ અહીં...
સાચું કે તો તે ખરાબ,
ખરાબ કરે તો એ સાચો,
તુ મન મુકી નાચ નથી કોય તારુ અહીં...
ભાઇ ભાઇના જગડા છે અહીં,
નથી તુ મારો કે નથી હુ તારો,
તુ મન મુકી નાચ નથી કોય તારુ અહીં ....
મર્યા પછી બે દીવસ તને યાદ કરે,
પછી કયા સમય છે કોય પાસે,
તુ મન મુકી નાચ નથી કોય તારુ અહીં...
મર્યા પછી તુ કયા જવાનો,
તને શું ખબર ,પછી કયા છે કોયને વાટ,
તુ મન મુકી નાચ નથી કોય તારુ અહીં..,
લી - કલ્પેશ દિયોરા