અંશ છે વિશેષ નારાયણ નો
સપ્ત જન્મધારી છે એ વિસ્તાર
જન્મ પ્રથમ કરશે સ્થાપના
ગણપતિની કરી બનશે તેમનો દાસ
કહેવાશે ઋષિ પ્રથમ
દ્વિતીય જન્મ મેળવશે
જ્ઞાન સર્જન નું બ્રહ્મા પાસેથી
અને બનશે બ્રહ્મર્ષિ
જન્મ ત્રીજો ખુદમાં સમાવેશ
કરશે પાલન ના સર્વ જ્ઞાનનો
બની જશે હરિવિષ્ણુ
ચતુર્થ જન્મ હશે તેજસ્વી
ધરાવતો હશે ક્ષમતા
સૃષ્ટિના વિનાશ ની
માટે તે બનશે શિવ
પાંચજન્ય શંખ ની જેમ
તેનો અવાજ હશે ખૂબ મધુર
સર્વ પ્રકારની વિધાઓ નો
જાણકાર હશે તે
માટે જ વિધાધર હશે
મહાન યોદ્ધા,શ્રેષ્ઠતમ રાજા
કુશળ નિતિજ્ઞ, કવિવીર
માનવતા પ્રદાન કરનાર
એવો આર્યવર્ધન
છે જન્મ છઠ્ઠો અને
સંતાન વર્ધમાન નું
આ છ જન્મ ના
ગુણ ક્ષમતા ભક્તિ
નું મિલન થશે
જે અંતિમ જન્મ હશે
નારાયણ ના એ વિસ્તાર
યોગમાયા આઘશક્તિ
એની બહેન હશે
અંતિમ કાર્ય પૂર્ણ કરી
વિષ્ણુ પાસે પાછો ફરે
એ અંશ એ સાતમો જન્મ
બનવા ના આશીર્વાદ હું
માંગુ છું ભગવન
તમારી પાસે
- અવિચલ પંચાલ
#shayari #ghazal