મારા પ્રથમ લેખની શરૂઆત "પ્રેમ" શબ્દથી કરીશ. પ્રેમએ જીવનમાં હોવો જરૂરી છે. એ પ્રેમ પ્રાણી સાથે હોય કે પછી માણસ સાથે હોય જેવો પણ હોય એ પ્રેમ છે. કહેવાય છે કે પ્રેમ આધંળો હોય છે, પણ હું કહું છું કે પ્રેમ કરવાની રીતો અલગ અલગ હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ એક બીજાને જોયા વગર પ્રેમ કરે તો કોઈ ઉમર ભેદ જોયા વગર પ્રેમ કરે ને કોઈ શહિદ થયેલા જવાનને પ્રેમ કરે છે.
આધુનિક સમયનો વૉટસોપ અને ફેસબુક વાળો પ્રેમ મેન્યુપ્લેટ થઈ ગયો છે. આધુનિક જીવનમાં શરીર સાથે બધા પ્રેમ કરે છે. સંબંધ માટે સંબંધ બાંધે છે. વ્યક્તિના મનની સુંદરતા નહીં પણ શરીરની સુંદરતા ગમે છે. ફીગરને જોઈ જીગર આપે છે. આધુનિક સમયનો પ્રેમમાં નક્કી હોય છે કે કોણે કેટલો પ્રેમ કરવો પ્રેમીકાએ શંકા કરવાની અને પ્રેમી એનાથી કંટાળી છુટા પડવાનું એવું હાલના સમયમાં ચાલી રહી રીત છે. આધુનિક સમયમાં પ્રેમ એ હક છે. અનુમતિ છે ! એક બીજાને સ્પર્શ કરવાની અનુમતિ છે ! સંબંધ માટે સંબંધ બાંધવાની આવો છે. પ્રેમ
આ આધુનિક પ્રેમમાં વ્યક્તિ બંધનમાં બંધાઈ જાય છે. એને એક જ સંબંધની જિંદગી જીવવા મજબૂર થાય છે. તેથી જ બન્ને વ્યક્તિ વચ્ચે ઝઘડા થાય છે. શુ એ વ્યક્તિની જિંદગીમાં બીજા કોઇ સંબંધ હશે જ નહીં ? એવું સામેની વ્યક્તિ કેમ વિચારતી નથી ? પ્રેમમાં ઝઘડા ત્યાંથી જ ચાલુ થાય છે.
પ્રેમમાં પામવું જરૂરી હોત ને તો શ્રીકૃષ્ણ ભગવાને રાધાજીને પામ્યા હોત. પ્રેમ કરવો અને કોને કરવો એ વ્યક્તિના હાથમાં હોય છે. પણ પ્રેમ પામવો એ વ્યક્તિના હાથમાં નથી હોતું. એટલે રાધાની જેમ પ્રેમ કરી લેવો કૃષ્ણ મળશે કે કેમ એની ચિંતા નહીં કરવી. અમુક વાર પ્રેમ એવું પણ થાય છે કે જ્યારે ઘણા કોસો દુર બેઠા બેઠા પણ પ્રેમીની તકલીફો અનુભવ થાય એ "પ્રેમ" છે. એના દિલની દરેક તરંગો અનુભવ થાય એ પ્રેમ છે.
લેખ - મીત ઠાકર "માહિ"