ચલ કલમ ઉપાડ, જરા હાથ ચલાવ....
... તને માતૃભારતી બોલાવે !
શુષુપ્ત મન માં થયો કંઈ સળવળાટ
વિચારો ના પરપોટા ફૂટ્યા કંઈ સડસડાટ ?
... ખંખેર તું આળસ !
... તને માતૃભારતી બોલાવે !
વર્ણવવા છે તારે પ્રેમ માં દિલ પર ના ઉઝરડા
જણાવવા છે જગે તારી પાસે કરાવેલા ઢસરડા ?
... ખંખેર તું હતાશા !
... તને માતૃભારતી બોલાવે !
મિત્રો સાથે ક્યાંય થયા છે તિખારા
કે લોકો સાથે ક્યાંય ઝર્યા છે અંગારા ?
... નિકાળ તું ભડાસ !
... તને માતૃભારતી બોલાવે !
ટપક્યાં છે ક્યાંય થી સુવિચાર નાનકાં
ઉગી છે દિલ માં ઝીણકુડી યે કવિતા ?
... વહેંચ તું જ્ઞાન !
... તને માતૃભારતી બોલાવે !
સઘળાં દુખો ભૂલાશે, આત્મ સંતોષ અપાર !
લેખન ના સર્જન થી ભૂલીશ બધો જ ભાર !
... જગાવ તું આત્મવિશ્વાસ !
... તને માતૃભારતી બોલાવે !
બસ , લખવા માંડ હવે વિચાર કરે કોનો
પરિવાર ની જેમ સાથ મળશે સૌ નો !
... ચલ કલમ ઉપાડ
... તને માતૃભારતી બોલાવે !