રાધાનાં ઉચ્ચાર માં ને
એની પ્રીતના સંગાથ માં..
ગોકુળનાં એ ગોવાળ માં ને
મથુરાની જેલ માં..
શોધી લે ને તું મને..!!
કુરક્ષેત્ર નાં રણમાં ને
ગીતાના જ્ઞાન માં..
બુદ્ધ ના સ્મિત માં ને
મીરાનાં ગીત માં..
શોધી લે ને તું મને..!!
ભુતકાળની ભૂલો માં ને
આવનારી સંઘર્ષ માં..
સુખ ના હાસ્યમાં માં ને
દુ:ખ ની તકલીફ માં..
શોધી લે ને તું મને..!!
આંખો નાં પલકાર માં ને
પંખી ની પાંખ માં..
લીલાછમ વન માં ને
સૂકા ભઠ્ઠ બરતણ માં..
શોધી લે ને તું મને..!!
વિરહ ના પત્ર માં ને
મિલન ની છત્ર માં..
મયુર નાં પંખ માં ને
કાગડા ના કર્કશ માં..
શોધી લે ને તું મને..!!
માતા ના પાલવ માં ને
પિતાની છાયા માં..
બેન ની રાખડી માં ને
ભાઈ ના હેત માં..
શોધી લે ને તું મને..!!
માની રસોઈ નાં સ્વાદ માં ને
એના સ્નેહ માં...
મામા નાં મોડીયા માં ને
મામી નાં ચૂડલામાં..
શોધી લે ને તું મને..!!
સૂર્યનાં કિરણ માં ને
ઝાકળભીનાં ફૂલમાં..
હ્રદય નાં ધબકાર માં ને
ઝાંઝર ના રણકાર માં..
શોધી લે ને તું મને..!!
Jai shree Krishnaaa...