મૌત કે તું
પ્રેમ કરવા લાગ્યો ત્યારે
સાવ નજીક હતો જિંદગીમાં
એ મૌત અને તુ.
સત્ય છે જિંદગીમાં એ મૌત,
પણ તુ હતો એ જિંદગીની ઓટ.
પ્રેમી હતો,
મૌત મળી,
પણ પ્રેમ ભાગમાં સ્વર્ગ મળેત,
નહિતર નર્કને પણ સ્વીકારી લેત પ્રેમમાં.
આશિક હતી,
તુ મળયો
પણ સ્વર્ગ કરેલ આ તારી જિંદગીમાં,
નર્કનાં પોકાર સંભળાયા એ માં-બાપના.
મૌત હતી,
રુહ ની દિવ્ય પ્રકાશ ફેલાવી જગમાં,
લોકોને શાંતિની આશમાં ઉજવલિત કરેત.
તુ હતો
ચાંદનીના આછા પ્રકાશની જાળમાં,
જિંદગીની આશમાં પાંજરામાં કેદ કરેત.
મૌત ને ભેટી
ચાર કાંધ મળ્યા,
ફુલ ની ચાદર
તો કંઇક ની આંખ ભીની મળી.
તને ભેટી
એકલતા મળી,
દુનિયામાં દોસ્તીની તોડી
તો મારુ દિલનું આંશુ મળ્યું.
મૌત માં તો હું
પરમાત્મા ને મળ્યો.
હાથ જોડી દર્શન કર્યા,
પવિત્ર થઈ પ્રેમ માંગ્યો
એ માં બાપ નો.
તારા માં તો હું
મારા આત્મા ને મળ્યો.
તારા હાથને લઇને ખાખ કર્યા,
રાખ થઈ નવો જીવન માંગ્યો
એ માં બાપ નો.
લી. પ્રિની..?