"જો તમારે નાસ્તિક થવું હોય તો કોઈ ધર્મગુરુની દોસ્તી કરો !"
રશિયન ફિલોસોફર ગુર્જીએફ ની એકદમ સાચી વાત. તમે જેટલા કોઈ ધર્મના વડાને નજીકથી જાણસો તમેં એ ધર્મ પ્રત્યે દૂર થતા જશો, બદીઓ ધર્મમાં જ છે એવું નથી, બધે જ છે. પણ માણસ હંમેશા વિચારે છે કે ધર્મ તો બદીઓથી પર હોવો જોઈએ. ને જ્યારે તમે આસ્તિકતાને પ્રબળ બનાવવા ચહો ત્યારે જ તમે હતાશ થઈ જાઓ છો. ડૂબતાને ઉગારનાર ધર્મ હોવો જોઈએ ન કે ડૂબાળનાર.....