નવ વર્ષ માં.....
ચાલ ,આજે ફરી એક વાર બેન્કર બનીએ..
સપનાઓ ની બેંક ખોલીએ
સંતોષ નો લોગો રાખીએ
આશાઓ નું ખાતું ખોલીએ
વિશ્વાસ ની એફડી મૂકીએ
પ્રેમ નું રિકરિંગ ખોલાવીએ
મિત્રતા નો ચેક ફાડીએ
ખુશી નો ડ્રાફ્ટ કઢાવીએ
લાગણી ની લોન લઈએ
હૂંફ નું વ્યાજ ચૂકવીએ
કરુણા ના હપ્તા આપીએ
દંભ નો ઓવર ડ્રાફ્ટ ટાળીયે
હતાશા ની ટર્મ લોન છોડીએ
સફળતા નું લોકર ખોલીએ
સ્નેહ નું એટીએમ કાર્ડ વસાવીએ
નાના મોટા સૌ ગ્રાહકો ની બેંક બનીએ
....
ચાલ આજે ફરી એક વાર બેન્કર બનીએ..