.....#....નવું વર્ષ,નવો સંકલ્પ....#....
જય ભોળાનાથ...
હર હર મહાદેવ.... હર....
આમ તો મને આ પરિવાર મળ્યો ત્યારથી તો મારે "હંમેશની મોજ અને ક્ષણે ક્ષણ નવી" એવું થઇ ગયું છે... મહાદેવની ભક્તિના ફળ સ્વરુપ એમણે સ્વેચ્છાએ આપેલું વરદાન છે આ પરિવાર...
મને મારા કરતાં વધુ વિશ્વાસ છે આ પરિવારના દરેકે દરેક સભ્ય પર. જે મારા પર વિશ્વાસ મૂકી મારી સાથે દિલ ખોલીને,નિ:સંકોચ દરેક વાત કે પરિસ્થિતિ વિશે માંડીને વાત કરે છે. અને મહાદેવે મને એ લાયક બનાવ્યો અને આપે મને અપનાવ્યો એ બદલ કેમ બંન્નેને બિરદાવવા? એના માટે મારી પાસે શબ્દો નથી...
બસ એટલું જ કહીશ કે જેવા છો એવા રહેજો...
હવે વાત છેલ્લી બે પોસ્ટની... તો યાર આપ સૌ હું ખૂબ જ ગૂઢ હોઉં એવું જ કેમ વિચારો છો? સાવ સરળ અને સહજ છું, એમ ના ધારી શકો?... મેં પોસ્ટ મૂકી,"કેટલા મારી સાથે સાચી વાત કરે છે?" એય કહીને જ કે,આ પ્રશ્ન આમ જ કર્યો છે,છતાંય આટલી બધી ભેજાફોડી? અરે યાર સરળ વાતને આટલી મુશ્કેલ (કોમ્પ્લીકેટેડ) બનાવવાની જરુર ખરી?
શું આને આપણે આને સહજ રીતે ના લઇ શકીયે?... મને તો પૂરો વિશ્વાસ છે કે મારી સાથે જે વાત કરે એના મોઢે મહાદેવ ખોટું બોલાવી જ ના શકે.. અને એથીયે વધુ વિશ્વાસ આપણા પરિવાર પર છે...
બીજી પોસ્ટ તો ખરેખર પહેલી પોસ્ટની પ્રતિક્રિયા હતી... અને મને ખરેખર જાણવા મળ્યું કે પરિવારને હજુ એક સંકલ્પ અપાવવાની જરુર છે જ... લેશો ને?... લેશો જ ને,એય ક્યાં પૂછવા બેઠો છું... હું પણ ના.... સાવ ડફર..
તો સંકલ્પ એ છે કે,"જીવનની કોઇ પણ ક્ષણ કે પરિસ્થિતિને સાવ સરળતાથી જીવશું"
નહીં કે પરિસ્થિતિને સાવ કોમ્પ્લીકેટેડ બનાવીને...
.....શું કહો છો?
.....................સિપાહી તૈયાર....?