2018 વર્ષ ભલે આપણું ભારતીય નથી પણ યુગો ની રીતો પ્રમાણે આપણે બધું અપનાવતા આવ્યા છીએ.એક એવું વર્ષ જે જીવન નો તટસ્થ તબક્કો બની ગયો.ભલે છેલ્લા છ જ મહિના હતા તોયે કેટલાય પરિચિત અને અપરિચિત વ્યક્તિત્વો ને મળવાનું થયું.જીવન ને પરિવર્તન જરૂરી છે એ સમજાવ્યું.ખાસ તો મન ના ચીરા ચામડી પર ના નિશાનો માં બદલાયા. ગતી ધીમી થઈ કેમ? સસલું નહિ ક્યારેક કાચબો બની ને જીતી અને જીવી શકાય એ સમજાવવા?ખબર નથી પણ આવું પણ હોઈ શકે એ વાત માનવા માટે તૈયારી અને હું? કેમ નહિ જેમ દિવાળી માં રંગરોગાન એમ નવા વર્ષે દુનિયા થોડા થીગડા જોઈ શકશે.ફટાકડા ઊંચી ઉડાન એમ હું પણ મન થી ઉડવા માટે પ્રયત્નશીલ રહીશ.અને વિખરાયેલી રંગોળી જેમ કોઈ ને ન ગમે એમ એ રંગો ને આંખ માં ભરી ને કોઈ ની સારી રંગોળી બનું કે એમાં દીવો બનું એજ આશા સાથે નવા વર્ષ ને આવકારું છું.
ભૂલ થી પણ ગયા વર્ષે કોઈ ની પતંગ કાપી હોય,હોળી માં રંગ લગાવ્યો હોઈ કે કાનુડો બની હોઈ તોય એમ માનજો કે દ્વારકા હોય કે ગોકુળ આ વર્ષે તમે માફ કરજો પણ અમે આમ જ નટખટ રેવાના.