Quotes by Bhoomi Pandya in Bitesapp read free

Bhoomi Pandya

Bhoomi Pandya

@bhoomipandya193031


*ટચૂકડી વાર્તા*

*ફ્રી સેવા*
પ્રિયા દરવાજો ખોલી પોતાની જાત ને સાચવવા નો પ્રયત્ન કરી રહી હતી.અચાનક એક રિક્ષા પસાર થઈ રિક્ષા ચાલક ની સ્થિતિ જોઈ એ મન માં ઉગામી બેસી કે કોઈ દિવસ કોઈ અશક્ત વ્યક્તિ ને જોઈ નઈ હોય શું આ માણસે?
તે તેના પપ્પા સાથે બાઈક પર બેઠી રિક્ષા ની પાછળ ના વાક્ય પર નજર ગઈ"દર્દી માટે મફત સેવા".અચંબિત પ્રિયા પોતાને મનોરોગી ને અવ્યવસ્થિત દેખાવ ધરાવતા રિક્ષા ચાલક ને સમજવા સમર્થ નથી એ વાત નો વસવસો લઈ નીચી નજરે નિર્ણય કર્યો કે હું આ વિચારધારા ને સમજી શકું એટલી "ફ્રી" થઈશ.
- *ભૂમિ પંડ્યા*

Read More

?માઈક્રોફીકેશન?
એક વ્યક્તિ ને કોઈએ ટોકી અને કહ્યું કે મોટીવેશન બોલાય મોતી વેતન નહિ.સામે થી ઉતર આવ્યો મને બાળપણ થી આ તકલીફ છે.અને હા તમારી મોતી જેવી વાત ને હું વેતન સમજી એટલે કે"મોતિવેતન" સમજી ને આગળ વધીશ.
- ભૂમિ પંડ્યા

Read More

કાનજી એ કાજલ મોકલ્યું છે આજ ભેટ માં અને તા.ક. કર્યા છે કે..
સાગર સમાવી દે આંખ માં..
લે હું મારા રંગ ની પાળ મોકલું છું.
- ભૂમિ પંડ્યા

Read More

2018 વર્ષ ભલે આપણું ભારતીય નથી પણ યુગો ની રીતો પ્રમાણે આપણે બધું અપનાવતા આવ્યા છીએ.એક એવું વર્ષ જે જીવન નો તટસ્થ તબક્કો બની ગયો.ભલે છેલ્લા છ જ મહિના હતા તોયે કેટલાય પરિચિત અને અપરિચિત વ્યક્તિત્વો ને મળવાનું થયું.જીવન ને પરિવર્તન જરૂરી છે એ સમજાવ્યું.ખાસ તો મન ના ચીરા ચામડી પર ના નિશાનો માં બદલાયા. ગતી ધીમી થઈ કેમ? સસલું નહિ ક્યારેક કાચબો બની ને જીતી અને જીવી શકાય એ સમજાવવા?ખબર નથી પણ આવું પણ હોઈ શકે એ વાત માનવા માટે તૈયારી અને હું? કેમ નહિ જેમ દિવાળી માં રંગરોગાન એમ નવા વર્ષે દુનિયા થોડા થીગડા જોઈ શકશે.ફટાકડા ઊંચી ઉડાન એમ હું પણ મન થી ઉડવા માટે પ્રયત્નશીલ રહીશ.અને વિખરાયેલી રંગોળી જેમ કોઈ ને ન ગમે એમ એ રંગો ને આંખ માં ભરી ને કોઈ ની સારી રંગોળી બનું કે એમાં દીવો બનું એજ આશા સાથે નવા વર્ષ ને આવકારું છું.
ભૂલ થી પણ ગયા વર્ષે કોઈ ની પતંગ કાપી હોય,હોળી માં રંગ લગાવ્યો હોઈ કે કાનુડો બની હોઈ તોય એમ માનજો કે દ્વારકા હોય કે ગોકુળ આ વર્ષે તમે માફ કરજો પણ અમે આમ જ નટખટ રેવાના.

Read More

એ ગરોળી ની મજાલ તો જો,
સામે ક્યાંથી આવી એ કમાલ તો જો,
હું હજુ સહારા ની રાહ માં હતી,
તે અચાનક બદલી નાખી મારી ચાલ તો જો,
શ્વાસ ની ગતી સાચવતી હું રોજ,
કુદરત તું મળી આ સ્વરૂપે મને...
આજ ગુંજી ઉઠી હું મારી તને સલામ તો જો.

Read More

નથી સાન્ટા કલોઝ હું દરેક ના જીવન નો,
પણ છતાંયે ફરું છું માણસે માણસે.
- ભુમિ પંડ્યા

ઘણા ઝીરો થઈ ને પણ હીરો હોય છે,
ને બહુ બધા ન હોય ને પણ ઝીરો હોય છે.

ફિલ્મ review WIP.

ગીતા જયંતી ની શુભકામના
ભારત ના અને દુનિયા ન ઘણા ગ્રંથો છે જેના અનુકરણ પાછળ દુનિયા ઘેલી છે.
આજે મારે વાત કરવી છે શ્રીમદ્દ ભગવદ્ ગીતા પર.હું બસ વાત જ કરીશ કેમ કે વાંચું એ હજી સંપૂર્ણ અમલ માં મૂકી શકું એ તો માનવી ની પ્રકૃતિ માં ઓછું હોય.પણ હા જ્યાર થી સમજતી થઈ વાર્તા અને વડીલો પાસે થી નાના મોટા ઉદાહરણો સ્વરૂપે ઈશ્વર પ્રગટ થતાં રહ્યાં.જાત અનુભવ થી વાત કરું તો જીવન ની એક એવી ક્ષણ પણ પસાર થઈ જ્યારે દુનિયા થી દુર બેસી ને ગીતા તરફ વળી કદાચ એટલા વાંચન થી પણ હું આજ હયાત છું.ઈશ્વરે બોલેલા સત્યો અને જીવન પણ યુદ્ધ સમાન છે એવું સમજાવનાર નારાયણ ને જેટલી નમું ઓછું છે.આજ ગીતા જયંતી છે પણ અફસોસ એ છે કે આપણે પોતે કે આપણા બાળકો ને પણ ગીતા જીવન માં વાચવા માટે પ્રોત્સહિત નથી કરી શકતાં.દુનિયા જે ગ્રંથ ને નમે છે,એ વાચવા માં ભારતીયો જ જરાક ખમે છે.ગીતા,કુરાન,બાઇબલ દરેક નો મર્મ એક છે.માણસાઈ દાખવી ને પોતાને અને વિચારો ને બદલી ને પણ ઘણું થઈ શકે.મને આ હકીકત માં સમજ પડી. મેં રજૂ કરી વાંચન બદલ આભાર.સારથી બીનો સ્વાર્થી નહિ.

"કોલસો થઈ ગંગા સાફ કરું
લાશ થઈ કબર ને હાશ કરું
લાવ જરા ગીતા નું પાલન કરું
મન ને હામ રેહશે કે પ્રભુ પામ્યા પેહલા જાત સાફ કરું."
- ભુમિ પંડ્યા

Read More

રહેમત તો દેખ ઉસ ખુદા કી,
ઠંડ મેં મરને તક કી ભી રઝા નહીં રખી.
આપનો કી બાતે સુની લાશ ને,
બોલી ખુદ ચલ એ રુંહ અબ ઇસ દુનિયા મેં મઝા નહિ રખી.
- ભુમિ પંડ્યા

Read More

વ્યસન છે મને મારું,
ધ્યાન રાખજો પછી કહેતા નહિ,
મેં વચન ન પાળ્યું મારું.
- ભુમિ પંડ્યા