એક સુંદર રચના.......
પાપ વધી ગયું ધરા પર બચાવવા હવે કોઈ નઈ આવે;
અને જગતનું ઝેર પીવા ફરી શંકર હવે નઈ આવે.
કળિયુગમા ધર્મના લૂંટારા અહીં ઘેર ઘેર જોવા મળે છે,
અત્યાચારી અસૂર દશાનંદનને મારવા રામ હવે નઈ આવે.
સ્ત્રીઓની લાજ લૂંટનારા દુ:શાસનોનો ટૂટો અહીં ક્યાં છે;
ચિર પુરવા દ્રોપદીના દેવકીનંદન કાનજી હવે નઈ આવે.
વેરઝેરના વાવેતર કરનારા અમાનુષી તત્વો ફૂલાં ફાલ્યા છે,
હત્યાચારી હિરણ્યકશિપુને મારવાં નરસિંહ હવે નઈ આવે.
કોણ જાણે શું થશે આ બહુરૂપી વસુંધરાનું "મોજીલા"
પગલા વડે અવનીને માપનારો વામન હવે નંઈ આવે.