આજકાલ આપણા જીવન નો સારો એવો સમય સોશિયલ મિડીયા પર નિર્ભર બન્યો છે.સ્કુલ લાઇફ ને બાદ કરતા સોશિયલ મિડીયા મા ઘણા સારા મિત્રો મળ્યા જે કાયમ યાદ રેહશે અને અમુક એવા પણ મળ્યા જે મિત્રતા ના નામ પર પોતાની ઓછી સમજ, મર્યાદિત વિચારશક્તિ અને બુધ્ધિ નુ પ્રદર્શન કરી ને જતા રહ્યા.
ટુક મા કહુ તો મિત્રતા નુ વ્યંજન દરેક ને પચી જાય એવુ જરુરી નથી.
એ લોકો ને કેમ સમજાવવુ કે આ મિત્રતા કઇ એમ થોડી થાય ?
વિશ્ર્વાસરુપી માટી માં લાગણી નુ બિજ નાંખવુ પડે. રોજ સંભાળ રુપી પાણી પિવડાવવુ પડે. એમા સ્નેહ નો તડકો લાગે પછી જે અંકુર ફુટે એ કેહવાય મિત્રતા.