બારીમાથી જે સંભળાઈ લેસન સમે,
દૈસ્તો એ દોસ્તોની સીસોટી હતી,
પેન પાટી હતી ને પલાખા હતા,
જીંદગી પણ સુવાળી લખોટી હતી
ક્યારે ઝરણુ મટીને થયો ધોધપણ,
ક્યારે આવશે વુ થયુ ના થયો બોઘ પણ,
કોઇમાટે શરુ થઈ હતી શોધ પણ,
એ કુતૂહલની કેવી કસોટી હતી.!
હુંય હદમા રહુ ? તેય યૌવન મહી?
માફ કરજો કદાપી નહી કદાપી નહી,
એવુ જોબન હીલોળે ચડ્યુ'તું સહજ,
એણે ખુદ પ્રથમ હદ વળોટી હતી.
તારે માથે હતો દાવ એ તેં દીધો,
મારે લેવો હતો લ્હાવ એ મે લીધો,
કેટલે દૂરથી આવ્યો તુજ પટ ઉપર,
તારી ગંગા હતી મારી લોટી હતી.
બાળપણ કાશ'નાદાન' પાછુ મળે,
આ બુઢાપા સુધીની બધી કળ વળે,
વાત ડા'પણની ફિસ્સીને ખોટી હતી,
ઘેલછા કેવી લીસ્સી લખોટી હતી.
-ભીખાભાઈ ચાવડા'નાદાન'