એકજ જન્મારે ઘણી બઘું કરવાનુ અને કહી જવાનું હોય છે.
શબ્દો ચાહવા છતાં અંદર ધરબાએલાં જ રહી જતાં હોય છે.
બોલાયા કરતાં ન બોલાયેલાં શબ્દો વધું ધારદાર હોયછે.
પણ .! પણ..?.એ ઘણું કહેવા માટે ઘણુંબધું નડતર હોય છે.
એ નડતર ની પેલે પાર જીંદગી ની જીંદાદિલી નો ઘુઘવતો સાગર હોય છે.
બસ એ નડતર નું નડતર પાર કરવાંમાંજ આખો જન્મારો હોમાય જતો હોય છે.
જે એ પાર કરી જાણે એને પછી કાંઇ રોકી શકતું નથી.
@B