Gujarati Quote in Motivational by Dp, pratik

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઈચ્છા_જીવન

મોજ માં રહેવું,મોજ માં રહેવું,
ઘરમાં ના ફાવે તો લોજ માં રહેવું.

દુનિયા માં લગ ભગ બધા પોતાની મસ્તી માં જીવવા વાળા લોકો છે. મન ને ગમ્યું તે કરવું મન માને ત્યાં જવું,ગમતા વસ્ત્રો પહેરવા,કોઈ સલાહ આપે એ ગમે તો લેવી. પણ પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવવું,આવું લોકો માને છે.

પણ શું કદી એવું વિચાર્યું કે મારી મન માની મને જ ભારે પડશે,?નહીં ને? કારણ કે આપણે તો મોજ માં રહેવા વાળા માણસો છીયે લોક શું વિચારે એના થી આપણે ને કોઈ નિસ્બત નથી. આપણે ને ગમ્યું એ કર્યું.

હા જરૂરી છે આપણે ને ગમે એજ કરવું,કારણ કે લોકો તો બધું કહેશે અને કહેતા રહેવાના.

પણ આપણે મોજમાં જીવવાના બહાને એ ભૂલી જઈએ છીયે કે બહાર ની દુનિયા થી અલગ આપણા અંદર નો જીવ છે,જે આપના કરેલા કર્મ નો ભોગ બને છે,આપણે સારું કરીયે તો તેને કોઈ પીડા નથી થતી પણ ખરાબ કરીયે તો એને જરૂર દુઃખ લાગે છે.પણ આપણે તો શું કરીયે શરીર શણગારીયે, મન બહેલાવ્યે.આત્માને ઓળખતા જ નથી કે એને શું ગમે છે.

આપણે આપણી મસ્તી માં રહેતા,લોકો ને અને તેમની સલાહ કે જલન ને ઇગ્નોર કરીયે છીયે,ભલે કરીયે એથી એ લોકો ને કોઈ ફર્ક નથી પાડવાનો કે તમે એમને ઇંગ્નોર કરો છો.

પણ જો તામરી મસ્તી માં તમારા જીવ આત્મા ને ઇંગ્નોર કરશો,અને એ જયારે રડશે ને ત્યારે તમને કોઈ જ નહીં બચાવી શકે,જે મન શરીર ને ગમતું તમે આપો છો ને,એ પણ સાથ નહીં આપે જયારે આત્મા રૂઠી ને ચાલ્યો જશે તયારે.

આ દુનિયા માં જેટલા પણ લોકો મહાન થઇ ગયા,એ લોકો એ પણ મન નું ધાર્યું કર્યું હશે,પણ કયારેય આત્મા દુભાવવા નહીં દીધો હોય,કે ના પોતાના સ્નેહીયો ને તરછોડીયા હશે પોતાની મન માની કરવા માટે,બધા સાથે બધાનું માન રાખી ને આગળ વધ્યા હશે,તમે પણ એવું કરો જો જો જીવન આંનદ મય થઇ જશે.

Dp,"પ્રતીક"

Gujarati Motivational by Dp, pratik : 111067980
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now