સંપદા સન્મતિની આપજો જ્ઞાનપ્રદાતા સરસ્વતી.
કષ્ટ કુમતિનું સદા કાપજો જ્ઞાનપ્રદાતા સરસ્વતી.
માયાબળે મતિ અમારી હાલકડોલક થઈ રહેતી,
સત્યપંથે સ્થિરતા સ્થાપજો જ્ઞાનપ્રદાતા સરસ્વતી.
કદી મુખે મારા વાણી વૈખરી વસી જાય નહીં માતા,
સ્નેહભરી મમતામયી લાવજો જ્ઞાનપ્રદાતા સરસ્વતી.
મતિ એવી આપજો કે ના દોષ કોઈના કદી વિચારે,
ગુણગ્રાહી દ્રષ્ટિ હૈયે છલકાવજો જ્ઞાનપ્રદાતા સરસ્વતી.
ના વિચારું કેવળ મારું સંકુચિતતા સ્વાર્થની લાવીને,
વ્યાસ મુજ અંતરનો વિસ્તારજો જ્ઞાનપ્રદાતા સરસ્વતી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '