Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કર્મસંજોગે જગતમાં મળે છે જીવનસાથી.
પારસ્પારિકતાથી સૌને ફળે છે જીવનસાથી.

ભિન્ન વિચારધારાનું જ્યાં થતું હોય મિલન,
એકમેકના અહમને એ ગળે છે જીવનસાથી.

નભે છે દામ્પત્ય સ્નેહ,સમજૂતિને સંકલને,
અરસપરસ મૂંઝવણને કળે છે જીવનસાથી.

મતભેદવેળાએ આગપાણી થવું જરુરી છે,
મર્યાદાઓ એકમેકની સાંભળે છે જીવનસાથી.

સપ્તપદીના સાતફેરે સાતજન્મોનું બંધન છે,
સહકારની ગુરુચાવીથી ઝળહળે છે જીવનસાથી.

વફાદારી, વિશ્વાસ, આદર અને ઔદાર્યથી,
સ્મરણ એનું રહેતું પળેપળે છે જીવનસાથી.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111067904
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now