શ્રદ્ધા......
લેખ...
શ્રદ્ધા હોય ત્યાં પૂરાવા ની ક્યાં જરૂર છે. અને પૂરાવા ની જરૂર હોય ત્યાં શ્રદ્ધા નુ શું કામ???. શ્રદ્ધા ના કોઈ રૂપ રંગ નથી હોતા તમારા દિલ ની સાચી ભાવના છે. શ્રદ્ધા હોય તો પથ્થર મા ભગવાન છે અને શ્રદ્ધા ના હોય તો ભગવાન પણ પથ્થર જ છે. શ્રદ્ધા એ વારસા મા નથી મળતી એ તો તમારા દિલ નો અહેસાસ છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક સાચો ભાવ છે. શ્રદ્ધા અને વિશ્ચવાસ સિક્કા ની બે બાજુ છે જેમકે હૂં લખુ છું પુરી શ્રદ્ધા થી અને તમે વાંચો છો એ મારો વિશ્વાસ છે. ભાવના વિના શ્રદ્ધા અને શ્રદ્ધા વિના ભાવના અધૂરા છે............
ભાવના ભટ્ટ અમદાવાદ...........