*શબ્દ*
જીવનની એ વિહ્વળતામાં આપ્યો,
એ પૂર્ણતાએ અનેરો સાથ..!
એ એહસાસ થકી રચાઈ રચના
જેમાં મળ્યો શબ્દોનો સંગાથ..!!
જીવનમાં બક્ષી સ્થિરતા,
આપ્યો નવજીવન સમો પ્રાસ..!
ઉચ્ચ શિખર તરફ પ્રેરી,
જગાવી નવી જ આશ..!!
નવી લાગણીનું સિંચન થયું,
અને રચાયો નવો ઇતિહાસ..!
પૂર્ણતા થકી નવજીવન કરાવ્યું,
સંચય થયો જીવંતતા નો ખાસ..!!
શબ્દોના સથવારે જીવતા શીખવ્યું,
હવે રચનામાં આવ્યો નવો જ પ્રાસ..!
જાણે ભળ્યા મારા શબ્દોમાં,
એના આલિંગન સમાં શ્વાસ..!!
બદલાઈ જીવનની દિશા,
એવો સ્વર્ણિમ રહ્યો સાથ..!
બનીને રહ્યો એનો હમેશાં,
એ જ રહી ખાસ વાત..!!
*****
મારી આ રચના ગુજરાતી રસધારા સ્પર્ધા માં પ્રથમ સ્થાન પર રહી.
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...