#ccsheth
" મિત્રો "
આ આખી દુનિયામાં જો કોઈ એવી વ્યક્તિ જે ભગવાને બધાને આપી હોય તો એ છે પરીવાર અને બીજા છે મિત્રો .
જ્યારે જ્યારે મિત્રતા ની વાત આવે છે ત્યારે" શ્રી કૃષ્ણ અને સુદામા ની ભાઈબંધી નું પ્રતીક આંખો સામે પ્રગટ થાય છે" . એક વાર સુદામા ને બવ તકલીફ પડતા એમના પત્ની એ તમને શ્રી કૃષ્ણ પાસે મદદ માંગવા નુ કહયુ. ત્યારે સુદામા માની ગયા પરંતુ તે તેમના પત્નીને કહયુ કે," હું બવ વારસો પછી કૃષ્ણને મળવા જાવ છુ " .તો મારે કંઈક ભેટ સ્વરૂપે કંઈક લયિજવું પડશે .
ત્યારે તેમના પત્ની એ સુદામાં ને થોડા તાંદુલ ભરેલી એક પોટલી આપી .સુદામા તે લાયી ને તેમના મિત્ર કૃષ્ણને મળવા નીકળી પડ્યા .થોડા દીવસો જતા સુદામા કૃષ્ણને ધામ દ્વારકા પહોંચી ગયા . ત્યાં તેમણે એક વ્યક્તિ ને પુછયુ કે, "કૃષ્ણ ક્યા મળસે એ વ્યક્તિ એ સુદામા ને કૃષ્ણ ના દરબાર માં પહોંચાડ્યા" .ત્યાં એક સિપાહી પુછયુ કોને મળવું છે તમારે ત્યારે સુદામા બોલ્યા મારા મિત્ર ને કહો એનો ભાઈબંધ આવ્યો છે સુદામા .કૃષ્ણ ને આ વાત સાંભળી ને ફૂલે નતા સમતા કે આટલા સમય પછી એમનો મિત્ર મળવા આવ્યો છે . કૃષ્ણ પોતાના પગરખા પેર્યા વિના મિત્ર ને મળવા દોડ્યા .
જયારે કૃષ્ણ અને સુદામા ની ભેટ થયી ત્યારે કૃષ્ણ અને સુદામા ની આંખો પ્રેમ ના આંસુ થી છલકાવા લાગી . કૃષ્ણ સુદામા ને દરબાર માં લાયી ગયા અને પોતાના સ્થાને સુદામા ને બેસાડી તેમના ચરણ કમલ પોતા ના હાથો વડે ધોયા .
આ જોઇને બધા પૂછવા લાગ્યા કે આ કોણ વ્યક્તિ છે જેના માટે શ્રી કૃષ્ણ આટલું બધુ કરી રહ્યા છે .ત્યારે કૃષ્ણ એ કહયુ કે આતો મારો બાળપણ નો મિત્ર છે . થોડા સમય પછી સુદામા એ તાન્દુલ ની ભેટ આપી અને એ ભેટ સ્વીકારતા જ કૃષ્ણ બોલ્યા કે" આજે ભોજન માં આજ તાંદુલ બનશે" .સુદામા ની આંખો માંથી અશ્રુ ની ધાર થવા મંડી .
આ નો અર્થાત આ થાય છે કે મિત્ર ધનવાન હોય કે રંક .મિત્રતા મા કયારે ઊંચ નીચ નથી જોવાતી .
જયારે પણ એક મિત્ર મુશ્કેલી માં મુકાયો હોય ત્યારે બીજા મિત્ર ને ખબર પડી જ જાય તો બીજો મિત્ર તેને કે કે સુકામ ગભરાય છે .હજુ તારો ભાઈ જીવતો છે .ત્યારે પેલા ની માથા નું બોજ તો આ સાંભળી ને જ છું થયી જાય છે .આ છે મિત્રતા ની લાક્ષણીકતા .
(સમય ની સાથે તો દોસ્તી
બધા કરે ,
પણ મજા તો ત્યારે આવે
જયારે ....
સમય બદલાય પણ દોસ્ત
ના બદલાય ..!!)
મિત્રતા માં એક માતા ના ન હોવા છતાં તે ભાઈ બની ને રે એનું નામ ભાઇબંદી .
" દોસ્તી માં લોહી ના સંબંધ નથી ,દોસ્તી દિલનો સંબંધ છે .કોઈને ન કહીશકાય તેવી વાત જેને કહી શકાય એ દોસ્ત છે . જેની સામે હસી શકાય એ નહિ પણ જેની સામે રડી શકાય આ દોસ્ત . આવા મિત્રો થીજ જીવન જીવવાની મજા આવે અને જિંદગી જીવવા જેવી લાગે છે . "
એક મિત્ર કહે છે કે, 'હું તારી બધી મુશ્કેલી માં તારી જોડે છું .'
પણ એક સાચો મિત્ર કહે છે કે ,'તને કોઈ દિવસ મુશ્કેલી નહિ પડવા દવ જ્યાં સુધી હું તારી સાથે છું .'
-- maheshwari Nayi