મોળબંધમા એના મારું આખું પાદર ઝોલા ખાય,
મારા પાચીકા ને ઢીંગલીઓ પાછળ રહી જાય !!
પૈડું સીંચે છે મા કે સીંચે છે મારામાં નવું જોમ,
પોતાની તું કરી લેજે છે જે પારકી ભોમ !!
સહોદરો પાછળ ઉભા સજળ નેહે વર્તાય,
સખી સહેલીઓ મારી મુંઝવણ જોઈ મુંઝાય !!
અડીખમ પાદર જેવો એક જ નિરાધાર સમ દેખાય,
ખભે જેને હું ચડી હતી એ ખભા તૂટેલા વર્તાય !!
********
(મોળબંધ- વરરાજા પહેલા માથે બાંધતા એક પ્રકારની પાઘડી,
પૈડું સિચવું- જાન જતી વખતે કાર કે ગાડા ના પૈડાં નીચે શ્રીફળ મૂકી ફોડવાનો રિવાજ)