" મન "
કવિતા...
પંખીની જેમ મારુ આ મન સદાય ઉડતુ,
ડૂબે નહીં કદીયે સાગર માયે તરતુ.
મારા મહીં જ રે તુ અે તો ભલેને લાગે,
મુજને મૂકી જતુ ને ક્યાં કયાં ફરતુ.
પારા સમાન એ તો સદાય ચંચળ લાગે,
કાબૂ મહીં રહે ના એ તો હવામાં ઉડતુ.
સાગર રૂપે જ એ તો ઈચ્છા ઘણી તરાવે,
ઈચ્છાઓ મરી જતી પણ આ મન કદી ન મરતું.
મંઝિલતણી ન પરવા ભાવના એણે કદી કરી છે,
એ તો સદાય આગળ પગલાં ધીમે ધીમે ધરતુ.....